The 22nd Football World Cup in Qatar got off to a colorful start

Posted by Myra Johnson
3
Nov 21, 2022
190 Views
Image

The 22nd Football World Cup in Qatar got off to a colorful start. Football fans from all over the world watched the opening ceremony at the Al Bait Stadium in Al-Khor amidst the mesmerizing performances of the artists and the dazzling lights. Vice President Jagdeep Dhankhad represented India in this event.

 

કતારમાં 22મા ફૂટબોલ વર્લ્ડકપનો રંગારંગ પ્રારંભ થયો હતો. ગીત-સંગીતની સાથે કલાકારોના મનમોહક પર્ફોમન્સ અને રોશનીના ઝગમગાટ વચ્ચે અલ-ખોરમાં આવેલા અલ બેત સ્ટેડિયમમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારંભને વિશ્વભરના ફૂટબોલ ચાહકોએ નિહાળ્યો હતો.  કાર્યક્રમમાં વાઇસ પ્રેસિડન્ટ જગદીપ ધનખડ સામેલ થઈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

 

કતારના રાજવી પરીવારની સાથે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ, જોર્ડનના કિંગ તેમજ તુર્કી, અલ્જેરિયા અને ઈજીપ્તના રાષ્ટ્રપ્રમુખની હાજરી ફુટબોલ મહાકંભનો પ્રારંભ થયો હતો. ફિફાના વડા ઈન્ફાટિનોની સાથે અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાઉથ કોરિયન પોપ બેન્ડના સિંગર જુંગ કૂકે આકર્ષણ જમાવ્યું હતુ. અમેરિકન અભિનેતા મોર્ગન ફ્રિમેને પણ પર્ફોમન્સ આપી સૌના દિલ જીતી લીધા હતા.

ટુર્નામેન્ટમાં કુલ 32 દેશો ભાગ લઈ રહ્યા છે, જેમને આઠ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પ્રથમ મેચ યજમાન કતાર અને ઈક્વાડરો વચ્ચે રમાઇ હતી, જેમાં ઇક્વાડોરનો વિજય થયો હતો.  વખતે 32 ટીમો ભાગ લેશે. રોજ બે કે ત્રણ મેચ રમાશે. ક્વાર્ટર ફાઈનલની મેચ  ડિસેમ્બરથી, સેમિફાઈનલ ૧૪ ડિસેમ્બરથી ત્રીજા સ્થાન માટેની મેચ ૧૭ ડિસેમ્બરે અને ફાઇનલ ૧૮ ડિસેમ્બરે રમાશે.

 

ફિફાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મુસ્લિમ રાષ્ટ્રમાં ફૂટબોલ વિશ્વ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને પગલે કતાર સામે સફળ આયોજનનો પડકાર રહેલો છે. કતારે છેલ્લી ઘડીએ નિયમોમાં બદલાવ કર્યો હતો અને સ્ટેડિયમમાં આલ્કોહોલ બિઅર વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.  ઉપરાંત મહિલા દર્શકો માટે પગ દેખાય નહીં તેવા વસ્ત્રો પહેરવા પણ ફરમાન કરાયું હતું. અંતિમ પળે આકરા નિયમોની 

Comments
avatar
Please sign in to add comment.